ભુજ (કચ્છ) ખાતે કેન્દ્રીય વનમંત્રી દ્વારા 'ગુજરાત એક્શન પ્લાન ફોર GIB કન્ઝર્વેશન' જાહેર — બન્ની બનશે ચિત્તાનું નવું ઘર
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે ભુજ (કચ્છ) ખાતે ઘોરાડ (Great Indian Bustard - GIB) સંરક્ષણ, ઘાસભૂમિ પુનઃસંચય અને 'પ્રોજેક્ટ ચિત્તા' ની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી. આ પ્રસંગે તેમણે 'ગુજરાત એક્શન પ્લાન ફોર GIB કન્ઝર્વેશન' સત્તાવાર રીતે બહાર પાડ્યો હતો. ઉપરાંત, પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત ગુજરાતના કચ્છ સ્થિત બન્ની ઘાસના મેદાન (Banni Grasslands) ને ચિત્તાઓને મુક્ત કરવા માટેના ભાવિ કુદરતી આવાસ તરીકે પસંદ કરવાની જાહેરાત કરી હતી.
💡 પરીક્ષા ઉપયોગી મુખ્ય તથ્યો (Key Exam Facts - GPSC માટે અતિ મહત્વપૂર્ણ):
-
સ્થળ: ભુજ, કચ્છ (ગુજરાત).
-
ઘોરાડ (GIB): IUCN Red List માં Critically Endangered (અતિ સંકટગ્રસ્ત) પક્ષી, ગુજરાતનું નલિયા (કચ્છ) તેનું મહત્વનું રહેઠાણ છે.
-
પ્રોજેક્ટ ચિત્તા (Project Cheetah) નવીન આંકડા:
-
ભારતમાં ચિત્તાઓની કુલ વસ્તી વધીને ૫૨ થઈ (જેમાં ભારતમાં જન્મેલા ૪૯ બચ્ચાં સામેલ છે, બચ્ચાં સર્વાઇવલ રેટ ૬૮%).
-
કૂનો નેશનલ પાર્ક અને ગાંધી સાગર બાદ ગુજરાતનું બન્ની ઘાસભૂમિ (Banni Grassland) અને મધ્ય પ્રદેશનું નૌરાદેહી અભયારણ્ય નવા રીલીઝ સાઇટ્સ તરીકે સત્તાવાર પસંદ.
-
-
બન્ની ઘાસભૂમિ વિશેષતા: એશિયાનું સૌથી મોટું કુદરતી ઘાસનું મેદાન (Grassland), જે કચ્છ જિલ્લામાં આવેલું છે.